Saturday, September 6, 2025
HomeIndiaકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! VIP ની સુરક્ષા NSG કમાન્ડો નહીં સંભાળે, જાણો...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! VIP ની સુરક્ષા NSG કમાન્ડો નહીં સંભાળે, જાણો કોને મળી જવાબદારી?

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! VIP ની સુરક્ષા NSG કમાન્ડો નહીં સંભાળે, જાણો કોને મળી જવાબદારી? 1 - image

Central Government Decision: કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે તમામ વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીથી NSG કમાન્ડોને હટાવી લેવામાં આવે કેમ કે તેમનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરોધી અભિયાનો માટે કરવામાં આવશે. જે વીઆઈપી લોકોને ખૂબ વધુ જોખમ છે, તેમની સિક્યોરિટીની કમાન હવે CRPF ના હવાલે હશે. આગામી મહિનાથી આદેશ લાગુ થઈ જશે.
સંસદની સુરક્ષાથી સેવામુક્ત થયેલા CRPF જવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ અપાવીને તેમને સીઆરપીએફ વીઆઈપી સિક્યોરિટી વિંગમાં મોકલવામાં આવ્યા છે. આ માટે નવી બટાલિયન બનાવવામાં આવી છે. હવે આ જવાન વીઆઈપીની સુરક્ષા કરશે. અત્યારે 9 જેડ-પ્લસ કેટેગરીના વીઆઈપી છે, જેની સિક્યોરિટી NSG ના બ્લેક કેટ કમાન્ડો કરે છે.

રાજનાથ અને યોગી સહિત આ VIPs ની પાસે NSGની સિક્યોરિટી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ, એનસી નેતા ફારુક અબ્દુલ્લાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ. હવે આમની પાસેથી એનએસજી કમાન્ડો હટી જશે. સીઆરપીએફ સિક્યોરિટી વિંગ કમાન સંભાળશે.

CRPFની પાસે 6 સિક્યોરિટી બટાલિયન હવે સાતમી બનાવાઈ

સીઆરપીએફની પાસે પહેલેથી છ વીઆઈપી સિક્યોરિટી બટાલિયન હાજર છે. નવી બટાલિયનની સાથે આ સાત થઈ જશે. નવી બટાલિયન થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. હવે આ કાર્ય CISFને સોંપવામાં આવ્યુ છે.

રાજનાથ અને યોગીની પાસે એડવાન્સ્ડ સિક્યોરિટી લાઈસન

NSG સિક્યોરિટી વાળા 9 વીઆઈપીમાંથી બે એટલે કે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથની પાસે એડવાન્સ્ડ સિક્યોરિટી લાઈસન (ASL) પ્રોટોકોલ છે. જેને હવે સીઆરપીએફે ટેકઓવર કરી લીધું છે. ASL એટલે કે કોઈ વીઆઈપીના કોઈ સ્થળે પહોંચ્યા પહેલા તે સ્થળની શોધખોળ, સિક્યોરિટી તપાસ, લોકેશન વગેરેની સુરક્ષા તપાસવામાં આવે છે. સીઆરપીએફ હવે આ તમામ કાર્ય આ બંને નેતાઓ માટે કરશે. આ પહેલા સીઆરપીએફ અત્યાર સુધી ASL નું કાર્ય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને ગાંધી પરિવારના ત્રણેય સભ્ય.

2012 થી ચાલી રહી હતી આ બાબતની તૈયારી

દેશમાં સતત થઈ રહેલા આતંકી હુમલાની વચ્ચે વીઆઈપીની સિક્યોરિટી તણાવનો વિષય છે. દરમિયાન જરૂરિયાત બંને તરફ હતી. ખૂબ વિચારી કર્યા બાદ સીઆરપીએફના સિક્યોરિટી વિંગને વીઆઈપી સુરક્ષામાં તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખાસ ટ્રેનિંગ કરાવવામાં આવી. NSG ને હવે આતંકવાદ વિરોધી મિશનમાં જ તહેનાત કરવામાં આવશે.

NSG થી બનાવવામાં આવશે ખાસ સ્ટ્રાઈક ટીમ

સરકારની યોજના છે કે એનએસજી કમાન્ડોમાંથી પસંદ કરાયેલા જવાનોની ખાસ એલીટ ફોર્સ બનાવવામાં આવશે. જેને સ્ટ્રાઈક ટીમ કહેવામાં આવશે. જેથી હાઈ-રિસ્ક એરિયાની સિક્યોરિટી કે આતંકી હુમલાનો જવાબ આપવા લાયક ટીમ બની શકે. આ ટીમ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના તમામ મહત્વપૂર્ણ ઈમારતોની સુરક્ષા પણ કરશે. એનએસજીને બે દાયકા પહેલા વીઆઈપી સિક્યોરિટીમાં લગાવવામાં આવી હતી.

શા માટે NSGને દુનિયાની સૌથી ખતરનાક ફોર્સમાં ગણવામાં આવે છે

નેશનલ સિક્યોરિટી ગાર્ડનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ દેશની શ્રેષ્ઠ કમાન્ડો ફોર્સ છે. આના એક-એક કમાન્ડો ડઝનો દુશ્મનો પર એકલા ભારે પડે છે. માત્ર આતંકીઓને મારવા જ તેમનું મુખ્ય કામ નથી. આ હોસ્ટેજ સ્થિતિ પણ સંભાળે છે. સિક્રેટ મિશન કરે છે. સર્જિકલ સ્ટ્રાઈક કે પછી યુદ્ધથી પહેલા જાસૂસી કરવાની હોય. આકાશ, જમીન કે પછી પાણી… ક્યાંય પણ આ દુશ્મનને મોત બતાવી દે છે. આ મારવા અને મરવા બંને માટે તૈયાર રહે છે.

એનએસજી કમાન્ડો ફોર્સ જ દેશના બ્લેક કેટ્સ છે. આ ફોર્સમાં 10 હજારથી વધુ કમાન્ડો છે. આમાં દેશના કોઈ પણ સૈન્ય, અર્ધસૈનિક દળ કે પોલીસથી જવાન સામેલ થઈ શકે છે. આની ટ્રેનિંગ 14 મહિનાની હોય છે. આ હાઈજેકિંગ રોકવા, બોમ્બની જાણકારી મેળવવા જેવા અન્ય કાર્યો માટે પણ તહેનાત કરવામાં આવે છે. તેમનું ધ્યેય વાક્ય છે- સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા.’

આ છે NSG કમાન્ડોના બહાદુરીના કિસ્સા

એનએસજી કમાન્ડો ફોર્સને 16 ઓક્ટોબર 1984માં ઓપરેશન બ્લૂ સ્ટારના સમયે બનાવવામાં આવ્યુ હતુ. શરૂઆતમાં તેનો ઉપયોગ સૌથી વધુ પંજાબમાં થયો. તે બાદ જમ્મુ અને કાશ્મીરમાં. 1 મે 1986 એ 300 NSG કમાન્ડોએ 700 બીએસએફ જવાનોની સાથે મળીને સુવર્ણ મંદિરને આતંકીઓથી મુક્ત કરાવ્યા હતા.

તે બાદ 1988માં તેમણે પંજાબના માંડ વિસ્તારમાં ઓપરેશન બ્લેક હોક પૂરું કર્યું. બે આતંકી માર્યા ગયા. 12 મે 1988માં 1000 NSG કમાન્ડોએ ઓપરેશન બ્લેક થંડર-2 કર્યું. ફરીથી સુવર્ણ મંદિરને ઘેરવામાં આવ્યુ. 15થી 18 મે સુધી ચાલેલા અસોલ્ટ ઓપરેશનમાં 40 આતંકી માર્યા ગયા. 200એ સરેન્ડર કરી દીધુ હતું.

પછી ઓપરેશન માઉસ ટ્રેપ કરવામાં આવ્યુ. 1990માં કોલકાતામાં થાઈલેન્ડના વિમાનમાં બર્માના સ્ટુડન્ટ્સને હોસ્ટેજ સિચ્યુએશનથી બચાવ્યા. 1993માં જ્યારે આતંકીઓએ ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને અમૃતસર એરપોર્ટ હાઈજેક કર્યું ત્યારે NSG કમાન્ડો ફોર્સે ઓપરેશન અશ્વમેઘ ચલાવ્યુ. જેમાં બંને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્રીજાની ધરપકડ કરી લેવાઈ.

વર્ષ 2002માં ગુજરાતના અક્ષરધામ મંદિરમાં આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. તે બાદ 26/11 મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા. જેમાં ઘણા એનએસજી જવાન ઈજાગ્રસ્ત થયા. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને હવલદાર ગજેન્દ્ર સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા. એનએસજીએ મુંબઈમાં ઓપરેશન બ્લેક ટોરનેડો ચલાવ્યુ હતુ.

તાજ હોટલના 900 રૂમમાં તપાસ કરવામાં આવી, 8 આતંકીઓને ઠાર મરાયા અને 600થી વધુ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા. આ સિવાય એનએસજીએ હૈદરાબાદ, બેંગલુરુ, પટના પર થયેલા બ્લાસ્ટનો ખુલાસો કર્યો. 2016માં જ્યારે આતંકીઓએ પઠાનકોટ પર હુમલો કર્યો ત્યારે NSG એ એક્શન લીધું. જવાબી હુમલામાં લેફ્ટનન્ટ કર્નલ નિરંજન શહીદ થઈ ગયા. આ ઓપરેશનમાં છ આતંકી માર્યા ગયા હતા.

NSGની પાસે કેટલા પ્રકારની ટીમ હોય છે

એનએસજીની પાસે પાંચ પ્રકારની ટીમ છે. જે અલગ-અલગ કાર્યો માટે બનાવવામાં આવી છે. આ ટીમ જોખમી મિશનોને પૂરી કરવામાં અવ્વલ છે.

સ્પેશિયલ એક્શન ગ્રૂપ (SAG):

એનએસજીના આ ગ્રૂપમાં સૌથી ખતરનાક ટીમ 51 અને 52 એસએજી છે. આમની સાથે 11 SRG કામ કરે છે. આ ત્રણેય મળીને આતંકવાદ વિરોધી મિશનને અંજામ આપે છે. એન્ટી-હાઈજેકિંગ ઓપરેશન કરે છે. SAG ના સૈનિક ભારતીય સેનામાંથી લેવામાં આવે છે. જ્યારે SRGના સભ્યોને કંટ્રોલ આર્મ્ડ પોલીસ ફોર્સથી લેવામાં આવે છે.

સ્પેશિયલ રેન્જર ગ્રૂપ (SRG):

એનએસજીની પાસે ત્રણે સ્પેશિયલ રેન્જર ગ્રૂપ છે. 11,12 અને 13. 11 એસઆરજી આતંકવાદ વિરોધી મિશન માટે તહેનાત છે. આની ભરતી બીએસએફ, આઈટીબીપી, એસએસબી, સીઆરપીએફ, સીઆઈએસએફ, આસામ રાઈફલ્સથી થાય છે.

સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રૂપ (SCG):

આ ગ્રૂપ ભારતીય સેના અને અર્ધસૈનિક દળના મિશ્રણથી બનાવવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય આતંકીઓ સાથે લડવાનું છે. તેની તહેનાતી મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને ગાંધીનગરમાં છે.

ઈલેક્ટ્રોનિક સપોર્ટ ગ્રૂપ (ESG):

આ ગ્રૂપ માનેસરમાં તહેનાત રહે છે. આ પોતાના અન્ય કમાન્ડો જૂથને કોમ્યુનિકેશન અને ટેક્નોલોજિકલ સપોર્ટ આપે છે.

નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (NBDC):

આ ગ્રૂપ બોમ્બને ડિટેક્ટ કરવા. તેમને નિષ્ક્રિય કરવાનું કામ કરે છે કે પછી ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થઈ જાય છે તો તે ઘટનાઓની તપાસ કરવામાં મદદ કરે છે. આને ખાસ પ્રકારની એક્સપ્લોસિવ એન્જિનિયરીંગની ટ્રેનિંગ કરાવવામાં આવે છે.

NSGના હથિયાર, ડ્રોન્સ અને ગાડીઓ

NSGના કમાન્ડોની પાસે ગ્લોક-17 પિસ્ટલ, સિગ એસજી 551 અસોલ્ટ રાઈફલ, બરેટા એઆર70/90 અસોલ્ટ રાઈફલ, ફ્રાંચી એસપીએસ-15 શોટગન, એમ249 લાઈટ મશીન ગન, હેકલર એન્ડ કોટ સ્નાઈપર રાઈફલ, ટેવોર બુલપપ રાઈફલ, બેરેટ સ્નાઈપર રાઈફલ, હેકલર એન્ડ કોચ સબમશીન ગન, સિગ સબમશીન ગન, ગ્લોકના ખંજર, કોર્નર શોટ ગન હોય છે. આ સિવાય એનએસજીની પાસે બ્લેક હોર્ટેન નેનો મિલિટ્રી ડ્રોન અને એક આત્મઘાતી હુમલો કરનાર કામીકેજ ડ્રોન પણ રહે છે. NSG કમાન્ડોને જરૂર પડ્યે તાત્કાલિક ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન મળે છે. આ સિવાય આમની પાસે પોતાના સશસ્ત્ર વાહન અને ટેક્નિકલ લેડર ટ્રક પણ હોય છે.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here