Saturday, September 6, 2025
HomeIndiaમુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથાઓ પર CMO મહેરબાન

મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથાઓ પર CMO મહેરબાન

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ તપાસ છે. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યના તમામ જમીન કૌભાંડોમાં મુખ્યમંત્રી કાર્યાલય મોટા માથાંઓને છાવરી રહ્યું છે. અત્યાર સુધી આ બન્ને જમીન કૌભાંડોમાં કલેક્ટરો સામે પગલાં લેનારી સરકાર તેમના જ નેતાઓ છટકી જાય તેવી તપાસ કરી રહી છે.કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે ગાંધીનગરમાં સરકારી જમીનમાં થયેલાં કૌભાંડોની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યના મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર આચરવામાં એવોર્ડ આપવો પડે તેટલા જમીન કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યાં છે. ખાસ કરીને સરકારી અને ગૌચરની જમીનના કૌભાંડોએ તો રાજ્યમાં હદ વટાવી દીધી છે. જે જમીનો ઉદ્યોગજૂથોને પધરાવી દેવામાં આવી છે તે જોતાં એવું કહી શકાય કે દૈનિક ધોરણે 14.22 લાખ ચોરસમીટર ગૌચરની મહામૂલી જમીનો ઉદ્યોગને લહાણી કરી દેવામાં આવી છે.વિપક્ષના નેતાએ કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં મુલાસણાનું 20,000 કરોડનું સૌથી મોટું જમીન કૌભાંડ થયું છે, જેમાં પાંજરાપોળની 60 લાખ ચોરસમીટર જમીન તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને વેપાર કરવામાં આવ્યો છે. આ જમીનમાં ચેરીટી કમિશનરની મંજૂરી નથી. જમીન ટોચ મર્યાદાના કાયદાનો તેમજ ગણોતિયાનો ભંગ થયો છે છતાં ખોટી રીતે એનએના હુકમો કરવામાં આવ્યા છે.આ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સામે તપાસ કરીને જેલમાં મોકલ્યા છે તે સાબિત કરે છે કે આ જમીનમાં કૌભાંડ થયું છે પરંતુ આ કેસમાં રાજકીય નેતાઓ, મંત્રીઓ અને સચિવોની સંડોવણી હતી તેની તપાસ થતી નથી. આ કૌભાડના માસ્ટરમાઇન્ડ કોણ હતા તે સરકાર બહાર લાવતી નથી. એક પૂર્વ મુખ્યમંત્રીના સમયમાં થયેલું કૌભાંડ વર્તમાન મુખ્યમંત્રી બહાર લાવી શકતા નથી. આ કેસમાં જે તપાસ ટીમ રચવામાં આવેલી છે તેનો રિપોર્ટ આટલા વર્ષો પછી પણ જાહેર કરવામાં આવતો નથી. આજે ખુલ્લેઆમ બાંધકામો થઇ રહ્યાં છે.દાહોદમાં તો આદિવાસી જમીન પચાવી પાડવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. જે લોકો ખેડૂત નથી તેમને એનએ થયેલી જમીનો પધરાવી દેવાઇ છે, જેમાં નાના કર્મચારીઓ સામે તપાસ કરી પગલાં લેવાય છે પરંતુ જેમાં દાહોદના ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગાંધીનગરમાં આખું ગામ વેચાઇ ગયું છે. કચ્છમાં અદાણીને આપેલી 108 હેક્ટર ગૌચરની જમીન પાછી લેવા માટે હાઇકોર્ટે હુકમ કરવો પડ્યો છે. સુરેન્દ્રનગર અને અમદાવાદની સંસ્કાર ધામની જમીનમાં પણ મોટા કૌભાંડો થયાની તપાસ શંકાસ્પદ રીતે ચાલી રહી છે.અમિત ચાવડાએ કહ્યું કે હાલના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ કહેવાય છે પરંતુ આવા જમીન કૌભાડોમાં મૃદુ છે પણ પગલાં લેવામાં તેઓ મક્કમ નથી. રાજ્યમાં ઘણાં જમીન કૌભાંડો થયાં છે પણ આજ દિન સુધી શું તપાસ થઇ અને અને શું રિપોર્ટ આવ્યો તે જાહેર થયું નથી તેથી આવા તપાસના નાટકો રચીને થોડાં લોકોને જેલમાં લઇ મોટા માથાઓને બચાવવામાં આવ્યા છે તેથી અમારી માગણી છે કે વિધાનસભાના ચોમાસુ સત્રમાં બધાં જમીન કૌભાંડોના રિપોર્ટ જાહેર કરી તેની ચર્ચા કરવામાં આવે તે માટે અમે વિધાનસભાના સ્પીકરને પત્ર લખી માગણી કરી છે.સરકારનો વહીવટ નિયમ, પ્રક્રિયા અને ધોરણ અનુસાર ચાલતો હોય છ. મહેસૂલી બાબતોમાં કોઈ એક વ્યક્તિ કોઈ ચોક્કસ વર્ગ કે પક્ષકારને ફાયદો કરાવી શક જ નહીં. ભ્રષ્ટાચારનું નેટવર્ક ઉચ્ચ કક્ષાથી સાવ નીચા વર્ગના કર્મચારી સુધી વ્યાપક અને સંગઠિત રીત ચાલતું હોય તો જ આવી તરફદારી, તિજોરીને, સામાન્ય પ્રજાન નુકસાન થાય રીતે ચાલી શકે. ભ્રષ્ટાચાર છાપરે પોકારે ત્યારે કોઈ એક વ્યક્તિને સસ્પેન્ડ કરી કે તેની સામે ફરિયાદ કરી સરકાર ‘પગલાં લીધા’ એવી છાપ ઉભી કરે છે. આ નેટવર્કને તોડી પાડવા માટે કોઈ નક્કર પગલાં લવાતા નથી. કેટલાક કિસ્સામાં તો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પછી તે ભ્રષ્ટ નિર્ણયને રદ્દ કરવા માટે પણ કોઇ કામગીરી થતી નથી.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here